NZ: ઓકલેન્ડમાં કિર્તીદાન ગઢવીએ બોલાવી ગરબાની રમઝટ, થયો ડોલરનો વરસાદ

ગુજરાતીઓ ટ્રેડિશનલ કપડાં પહેરીને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા

Divyabhaskar.com | Updated – Sep 17, 2018, 01:05 PM
ન્યૂઝીલેન્ડ (ધાર્મિક દેસાઈ):
 હજુ માતાજીની 9 દિવસની નવરાત્રી ચાલુ થવાના થોડા દિવસો બાકી છે પરંતુ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં નવરાત્રીનો માહોલ ચાલુ થઇ ગયો છે. ગત 15 સપ્ટેમ્બરના રોજ ઓકલેન્ડ શહેરમાં વોડાફોને ઇવેન્ટ સેંટરમાં દિલદાર દાંડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન યુવા ગુજરાત અને વિનયભાઈ મેહતા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કિર્તીદાન ગઢવી દ્વારા ગરબાની રમઝટ બોલાવી હતી. ગુજરાતીઓ ટ્રેડિશનલ કપડાં પહેરીને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને કેટલાક યુવાનોએ સ્ટેજ પર આવી ડોલરનો વરસાદ પણ કર્યો હતો. આવો નજારો ન્યૂઝીલેન્ડની ધરતી પર પેહલી વાર જોવા મર્યો હતો કે જ્યાં કોઈ કલાકાર પર ડોલર વરસાદ થયો હોય.

ગરબાની શરૂઆત આરતીથી કરવામાં આવી

– કિર્તીદાન ગઢવી જયારે સ્ટેજ પર આવ્યા ત્યારે ગરબા રસિકોએ ફોટા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા અને કિર્તીદાન ગઢવી જોડે સેલ્ફી લેવાનો દોર કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી ચાલ્યો હતો.
– આ કાર્યક્રમમાં બેસ્ટ આઉટફિટ માટે પ્રાઈઝ પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને આયોજન માટે વિનયભાઈ મેહતાએ ખુબ જ મેહનત કરી હતી અને યુવા ગુજરાતના સંચાલક એવા મહેશ રાજે આ કાર્યક્રમને સક્સેસફૂલ બનાવવા મહત્વનો ફાળો આપ્યો હતો.
– આ કાર્યક્રમમાં સ્થાનિક પોલિટિશિયન્સે પણ હાજર રહી ગરબાની મજા માણી હતી.
– યુવા ગુજરાત જે ઓસ્ટ્રેલિયામાં ગણાતા લોકલાડીલા કલાકારોને જેવા કે, કિર્તીદાન ગઢવી તેમજ અરવિંદ વેગડાને બોલાવીને ગરબાના કાર્યક્રમનું આયોજન કર્યું છે. – મહેશ રાજ અને વિનયભાઈ મેહતા આવા લોકલાડીલા કલાકારોને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ધરતી પર લાવતા રહે એવી આશા ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ રાખી રહ્યા છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, ગરબાની રમઝટ બોલાવતા કિર્તિદાન ગઢવીના કાર્યક્રમની વધુ તસવીરો….

For more info: CLICK HERE