divyabhaskar.com | Sep 18,2017 11:00 AM IST
ઓસ્ટ્રેલિયાઃ નવરાત્રીને ભલે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય, પરંતુ ઓસ્ટ્રેલિયામાં નવરાત્રીનો થનઘનાટ જોરશોરમાં ચાલી રહ્યો છે. આ વર્ષે યુવા ગુજરાત ગુજરાતી ઓસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયાના પ્રેસિડેન્ટ મહેશ રાજના સપોર્ટથી ઓસ્ટ્રેલિયામાં ગરબાના ભવ્ય આયોજન થઈ રહ્યા છે. 16મી સપ્ટેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયાના ઈતિહાસમાં પ્રથમ વખત ખુલ્લા સ્ટેડિયમમાં કિંજલ દવેના ગરબાનું શાનદાર આયોજન થયું હતું જેમાં, 10 હજાર ખેલૈયાઓ મન મૂકને ઝુમ્યા હતા.
વિદેશમાં સામાન્ય રીતે ગુજરાતના નામી કલાકારો રાત્રી બિફોર નવરાત્રીનો કાર્યક્રમ આપવા માટે નવરાત્રીના એક મહિના પહેલા જ આવી જતા હોય છે. જેને કારણે ઓસ્ટ્રેલિયામાં રાત્રી બિફોર નવરાત્રીનો ભારે ક્રેઝ જોવા મળે છે. આ વર્ષે પણ યુવા ગુજરાત ગુજરાતી એસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયાના સપોર્ટથી ઓસ્ટ્રેલિયાના મોટા શહેરોમાં કિંજલ દવે, કિર્તીદાન ગઢવી અને અરવિંદ વેગડા જેવા કલાકારોના આયોજનો થઈ રહ્યા છે. શનિવારના રોજ સિડનીના કેસ્ટલ હીલ શો ગ્રાઉન્ડ ખાતે પણ કિંજલ દવે સાથે ગરબા નાઈટ્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ખુલ્લા ગ્રાઉન્ડમાં થયું હતુ અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જે, ઓસ્ટ્રેલિયાના ઈતિહાસની પ્રથમ ઘટના હતી. મહેશ રાજે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, યુવા ગુજરાત આવા કાર્યક્રમો કરીને ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી કલ્ચરને જીવંત રાખવાના પ્રયાસો ચાલુ રાખશે.
આગળની સ્લાઈડ્સમાં જૂઓ દાંડિયા ઈવેન્ટની વધુ તસવીરો…
(Australia Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Australia biggest dandia night with kinjal dave at Castle hill Show Ground Sydney
(Read News in Gujarati from Divya Bhaskar)
Web Title: Australia biggest dandia night with kinjal dave at Castle hill Show Ground Sydney
(Read News in Gujarati from Divya Bhaskar)